ઉદીશા ક્લબ: પ્લેસમેન્ટ સેલ
👉 મેગા પ્લેસમેન્ટ કેમ્પ અંગે અગત્યની નોટિશ
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર!
👉ગુજરાત પ્લેસમેન્ટ સેલ, કેસીજીના સહયોગથી એ ગ્રેડ ધરાવનાર સર કે.પી કોલેજ ઓફ કોમર્સમા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું તા 30 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 10 વાગે આયોજન કરેલ છે.
👉આ કેમ્પમાં પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ તેમજ છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા રસ ધરાવનાર વિદ્યાર્થીઓ કેમ્પમાં ભાગ લઈ શકશે.
👉 દક્ષિણ ગુજરાતની ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ ભાગ લેનાર છે.
👉 મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ઇન્ટરવ્યૂ આપવા રસ ધરાવનાર વિદ્યાર્થીઓ પોતાની માહિતી નીચે આપેલ ગૂગલ લિંકમાં તાત્કાલિક ભરી દેશો.
👉 ઇન્ટરવ્યૂ આપવા આવતી વખતે રીઝયુમની 10 કોપીઓ લઈ આવવાની રહેશે.
👉 દરેક કંપની દ્વારા ઇન્ટરવ્યૂની શરૂઆત પહેલા કંપનીનો પરિચય અને વેકેન્સી અંગેની માહિતી ઉમેદવારોને શરૂઆતમાં 10 મિનિટમાં માઇક પર આપશે માટે સમયસર હાજર રહેવું.
👉 કંપની એચ આર સ્થળ પર
👉 કંપની પસંદ થયેલ ઉમેદવારને ઓફરલેટર કે જોઈન લેટર આપી શકશે અથવા પ્રથમ ઇન્ટરવ્યુમા શોર્ટલિસ્ટ કરી બીજા દિવસે અથવા વિદ્યાર્થી સાથે પરામર્શ કરી કંપની ખાતે અંતિમ ઇન્ટરવ્યૂ રાખી જોઈન લેટર કે ઓફર લેટર આપી શકાશે.
👉 ઇન્ટરવ્યૂ આપવા માટે આવો ત્યારે ફોર્મલ કપડાઓ પહેરીને આવવું. કંપની સાથે રિસ્પેક્ટ અને વિનમ્રતાથી વાત કરવી
👉 ઇન્ટરવ્યૂ કોલેજ ખાતે કોમર્સ ભવનમાં ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવશે.
👉 તારીખ સમયમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની જાણ આપેલ નંબર પર અગાઉથી કરી દેવામાં આવશે.