News

સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત *UDISHA CLUB & INTERNSHIP COMMITTEE* અગત્યની સૂચના – NOTICE *વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000) અંતર્ગત સેમેસ્ટર-6 ઇન્ટર્નશીપની માહિતી ફરજિયાત આપવા બાબત.* આથી શૈક્ષણિક વર્ષ 2026-27ના *TYB.Com. સેમેસ્ટર-6ના તમામ વિદ્યાર્થીઓને* જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારની *કૌશલ્ય સહાય યોજના (₹2,000)* અંતર્ગત VNSGU અને KCGના પરિપત્ર મુજબ ઇન્ટર્નશીપ સંબંધિત જરૂરી માહિતી Google Form દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓએ પોતાની તથા ઇન્ટર્નશીપ માટે પસંદ કરેલી કંપનીની સંપૂર્ણ અને સાચી માહિતી નીચે આપેલ Google Formમાં *તા. 22-10-2026 સુધીમાં ફરજિયાત ભરવાની રહેશે.* જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઇન્ટર્નશીપ માટે કંપની પસંદ કરી નથી, તેઓએ પણ વહેલામાં વહેલી તકે કંપનીની પસંદગી કરી તેની સંપૂર્ણ વિગતો નિર્ધારિત સમયમર્યાદામાં Google Formમાં ભરવાની રહેશે. *Google Form Link: https://forms.gle/bMB3pTewx2gy8C2r9 ખાસ અગત્યની સૂચનાઓ 1. *કંપનીની વિગતો સંપૂર્ણપણે સાચી અને ચકાસેલી જ ભરવી.* Google Formમાં ભરેલી માહિતી સરકારશ્રીને મોકલવામાં આવનાર હોવાથી કંપનીનું નામ, સરનામું તથા POCની વિગતો ભરવામાં ખાસ કાળજી રાખવી. 2. *એકવાર કંપનીની વિગતો સરકારશ્રીને મોકલ્યા બાદ તેમાં ફેરફાર કરવાની તક મળશે નહીં.* તેથી વિદ્યાર્થીઓએ કંપનીની અંતિમ પસંદગી કર્યા પછી જ Google Form ભરવું. 3. *માહિતી મોકલ્યા બાદ વિદ્યાર્થી કંપની બદલશે તો કૌશલ્ય સહાય યોજના હેઠળ ₹2,000ની સહાય મળવાપાત્ર રહેશે નહીં*, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. 4. *તા. 22-10-2026 સુધીમાં માહિતી ન આપનાર અથવા ખોટી કે અધૂરી માહિતી આપનાર વિદ્યાર્થીને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિદ્યાર્થીની પોતાની રહેશે.* આ બાબતે કોલેજ જવાબદાર રહેશે નહીં. તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓને *અત્યંત ગંભીરતાથી લઈ નિર્ધારિત સમયમર્યાદામાં Google Form ફરજિયાત ભરવાનું રહેશે.*

Oct 17, 2026

સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત *UDISHA CLUB & INTERNSHIP COMMITTEE* અગત્યની સૂચના – NOTICE *વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000)…

સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ 📢 પ્રવેશ માટેની સૂચના TallyPrime દ્વારા પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ અને GST શીખો વિદ્યાર્થીઓને રોજગારલક્ષી અને વ્યવહારુ કૌશલ્ય પ્રાપ્ત થાય તે હેતુથી સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ, ICPA Tally Academy, Surat—અધિકૃત Tally Academy—અને Tally Education, Bengaluruના સહયોગથી નીચે દર્શાવેલ સર્ટિફિકેટ કોર્સ માટે પ્રવેશ અરજીઓ આમંત્રિત કરે છે: TallyEssential – Level 1 કોર્સનો કુલ સમયગાળો: 45 કલાક કોર્સ પૂર્ણ થવાનો સમય: અંદાજે એક મહિનો દૈનિક તાલીમ: દરરોજ 2 કલાકની પ્રેક્ટિકલ તાલીમ સ્થળ: કોલેજ કમ્પ્યુટર લેબ બેચનો સમય: સવારે 10:00થી બપોરે 2:00 વાગ્યા વચ્ચે કોલેજના લેક્ચરના સમય અનુસાર બેચનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવશે. કોર્સ ફી: ₹4,000/- ઉપલબ્ધ બેઠકો: માત્ર 30 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ શું શીખશે? * TallyPrimeના નવીનતમ વર્ઝન દ્વારા પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ * હિસાબી રેકોર્ડ બનાવવાની અને જાળવવાની પ્રક્રિયા * પ્રેક્ટિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ * TallyPrimeમાં GST વ્યવહારો અને કમ્પ્લાયન્સ * GSTR-1 અને GSTR-3B ફાઇલ કરવાની પ્રેક્ટિકલ પ્રક્રિયા ઑનલાઇન પરીક્ષા અને સર્ટિફિકેટ Tally Portal દ્વારા ઑનલાઇન પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્લેસમેન્ટ સહાય તમામ વિદ્યાર્થીઓનું Tally Placement Portal પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને તેમને યોગ્ય રોજગારીની તકો મેળવવા માટે પ્લેસમેન્ટ સહાય પૂરી પાડવામાં આવશે. બેઠકો મર્યાદિત છે—આજે જ પ્રવેશ મેળવો! પ્રવેશ અને વધુ માહિતી માટે સંપર્ક કરો: શ્રી ઉર્વા સર કોલેજ એડમિનિસ્ટ્રેશન ઑફિસ પ્રેક્ટિકલ કૌશલ્ય શીખો • સર્ટિફિકેટ મેળવો • રોજગાર માટે તૈયાર બનો

Oct 6, 2026

સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ 📢 પ્રવેશ માટેની સૂચના TallyPrime દ્વારા પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ અને GST શીખો વિદ્યાર્થીઓને રોજગારલક્ષી અને…

નાટક/એકટીંગ માં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ/વિધ્યાર્થીનિઓ એ તા.7 ઓક્ટોબર બુધવાર ના રોજ ઓડિટોરિયમ પર સવારે 11 કલાકે અચૂક હાજર રહેવું.

Oct 5, 2026

નાટક/એકટીંગ માં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ/વિધ્યાર્થીનિઓ એ તા.7 ઓક્ટોબર બુધવાર ના રોજ ઓડિટોરિયમ પર સવારે 11 કલાકે અચૂક હાજર રહેવું.