સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત *UDISHA CLUB & INTERNSHIP COMMITTEE* અગત્યની સૂચના – NOTICE *વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000) અંતર્ગત સેમેસ્ટર-6 ઇન્ટર્નશીપની માહિતી ફરજિયાત આપવા બાબત.* આથી શૈક્ષણિક વર્ષ 2026-27ના *TYB.Com. સેમેસ્ટર-6ના તમામ વિદ્યાર્થીઓને* જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારની *કૌશલ્ય સહાય યોજના (₹2,000)* અંતર્ગત VNSGU અને KCGના પરિપત્ર મુજબ ઇન્ટર્નશીપ સંબંધિત જરૂરી માહિતી Google Form દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓએ પોતાની તથા ઇન્ટર્નશીપ માટે પસંદ કરેલી કંપનીની સંપૂર્ણ અને સાચી માહિતી નીચે આપેલ Google Formમાં *તા. 22-10-2026 સુધીમાં ફરજિયાત ભરવાની રહેશે.* જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઇન્ટર્નશીપ માટે કંપની પસંદ કરી નથી, તેઓએ પણ વહેલામાં વહેલી તકે કંપનીની પસંદગી કરી તેની સંપૂર્ણ વિગતો નિર્ધારિત સમયમર્યાદામાં Google Formમાં ભરવાની રહેશે. *Google Form Link: https://forms.gle/bMB3pTewx2gy8C2r9 ખાસ અગત્યની સૂચનાઓ 1. *કંપનીની વિગતો સંપૂર્ણપણે સાચી અને ચકાસેલી જ ભરવી.* Google Formમાં ભરેલી માહિતી સરકારશ્રીને મોકલવામાં આવનાર હોવાથી કંપનીનું નામ, સરનામું તથા POCની વિગતો ભરવામાં ખાસ કાળજી રાખવી. 2. *એકવાર કંપનીની વિગતો સરકારશ્રીને મોકલ્યા બાદ તેમાં ફેરફાર કરવાની તક મળશે નહીં.* તેથી વિદ્યાર્થીઓએ કંપનીની અંતિમ પસંદગી કર્યા પછી જ Google Form ભરવું. 3. *માહિતી મોકલ્યા બાદ વિદ્યાર્થી કંપની બદલશે તો કૌશલ્ય સહાય યોજના હેઠળ ₹2,000ની સહાય મળવાપાત્ર રહેશે નહીં*, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. 4. *તા. 22-10-2026 સુધીમાં માહિતી ન આપનાર અથવા ખોટી કે અધૂરી માહિતી આપનાર વિદ્યાર્થીને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિદ્યાર્થીની પોતાની રહેશે.* આ બાબતે કોલેજ જવાબદાર રહેશે નહીં. તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓને *અત્યંત ગંભીરતાથી લઈ નિર્ધારિત સમયમર્યાદામાં Google Form ફરજિયાત ભરવાનું રહેશે.*
Oct 17, 2026
સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત
*UDISHA CLUB & INTERNSHIP COMMITTEE*
અગત્યની સૂચના – NOTICE
*વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000) અંતર્ગત સેમેસ્ટર-6 ઇન્ટર્નશીપની માહિતી ફરજિયાત આપવા બાબત.*
આથી શૈક્ષણિક વર્ષ 2026-27ના *TYB.Com. સેમેસ્ટર-6ના તમામ વિદ્યાર્થીઓને* જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારની *કૌશલ્ય સહાય યોજના (₹2,000)* અંતર્ગત VNSGU અને KCGના પરિપત્ર મુજબ ઇન્ટર્નશીપ સંબંધિત જરૂરી માહિતી Google Form દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે.
તમામ વિદ્યાર્થીઓએ પોતાની તથા ઇન્ટર્નશીપ માટે પસંદ કરેલી કંપનીની સંપૂર્ણ અને સાચી માહિતી નીચે આપેલ Google Formમાં *તા. 22-10-2026 સુધીમાં ફરજિયાત ભરવાની રહેશે.*
જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઇન્ટર્નશીપ માટે કંપની પસંદ કરી નથી, તેઓએ પણ વહેલામાં વહેલી તકે કંપનીની પસંદગી કરી તેની સંપૂર્ણ વિગતો નિર્ધારિત સમયમર્યાદામાં Google Formમાં ભરવાની રહેશે.
*Google Form Link: https://forms.gle/bMB3pTewx2gy8C2r9
ખાસ અગત્યની સૂચનાઓ
1. *કંપનીની વિગતો સંપૂર્ણપણે સાચી અને ચકાસેલી જ ભરવી.* Google Formમાં ભરેલી માહિતી સરકારશ્રીને મોકલવામાં આવનાર હોવાથી કંપનીનું નામ, સરનામું તથા POCની વિગતો ભરવામાં ખાસ કાળજી રાખવી.
2. *એકવાર કંપનીની વિગતો સરકારશ્રીને મોકલ્યા બાદ તેમાં ફેરફાર કરવાની તક મળશે નહીં.* તેથી વિદ્યાર્થીઓએ કંપનીની અંતિમ પસંદગી કર્યા પછી જ Google Form ભરવું.
3. *માહિતી મોકલ્યા બાદ વિદ્યાર્થી કંપની બદલશે તો કૌશલ્ય સહાય યોજના હેઠળ ₹2,000ની સહાય મળવાપાત્ર રહેશે નહીં*, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી.
4. *તા. 22-10-2026 સુધીમાં માહિતી ન આપનાર અથવા ખોટી કે અધૂરી માહિતી આપનાર વિદ્યાર્થીને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિદ્યાર્થીની પોતાની રહેશે.* આ બાબતે કોલેજ જવાબદાર રહેશે નહીં.
તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓને *અત્યંત ગંભીરતાથી લઈ નિર્ધારિત સમયમર્યાદામાં Google Form ફરજિયાત ભરવાનું રહેશે.*