Announcements

📢 અગત્યની સૂચના SIP WEALTH COMPANY – INTERNSHIP 4th BATCH (2026–27) વિષય : ચોથા બેચની એક દિવસીય ફરજિયાત તાલીમ, નોંધણી, બાકી ફી, દસ્તાવેજો તથા ઇન્ટર્નશિપ કામગીરી બાબત. આથી ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે SIP WEALTH COMPANY દ્વારા ઇન્ટર્નશિપના ચોથા બેચ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલું છે તેમજ જેમનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે, તે તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ તાલીમ કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. 📅 તાલીમ અને ઇન્ટર્નશિપની વિગતો – તાલીમની તારીખ: 30-10-2026, શુક્રવાર – તાલીમનો સમય: સવારે 11:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી – ઇન્ટર્નશિપ સમયગાળો: 16-11-2026 થી 20-12-2026 – દૈનિક કામગીરી: 4 કલાક – કુલ ઇન્ટર્નશિપ: 120 કલાક – કામગીરીનો સમય: વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ (Flexible Time) – Training Place : Auditorium Hall , Commerce Bhavan, SKPCC

Oct 29, 2026

SIR K.P. COLLEGE OF COMMERCE, SURAT UDISHA CLUB & INTERNSHIP COMMITTEE 📢 અગત્યની સૂચના SIP WEALTH COMPANY – INTERNSHIP 4th…

સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત *UDISHA CLUB & INTERNSHIP COMMITTEE* અગત્યની સૂચના – NOTICE *વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000) અંતર્ગત સેમેસ્ટર-6 ઇન્ટર્નશીપની માહિતી ફરજિયાત આપવા બાબત.* આથી શૈક્ષણિક વર્ષ 2026-27ના *TYB.Com. સેમેસ્ટર-6ના તમામ વિદ્યાર્થીઓને* જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારની *કૌશલ્ય સહાય યોજના (₹2,000)* અંતર્ગત VNSGU અને KCGના પરિપત્ર મુજબ ઇન્ટર્નશીપ સંબંધિત જરૂરી માહિતી Google Form દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓએ પોતાની તથા ઇન્ટર્નશીપ માટે પસંદ કરેલી કંપનીની સંપૂર્ણ અને સાચી માહિતી નીચે આપેલ Google Formમાં *તા. 22-10-2026 સુધીમાં ફરજિયાત ભરવાની રહેશે.* જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઇન્ટર્નશીપ માટે કંપની પસંદ કરી નથી, તેઓએ પણ વહેલામાં વહેલી તકે કંપનીની પસંદગી કરી તેની સંપૂર્ણ વિગતો નિર્ધારિત સમયમર્યાદામાં Google Formમાં ભરવાની રહેશે. *Google Form Link: https://forms.gle/bMB3pTewx2gy8C2r9 ખાસ અગત્યની સૂચનાઓ 1. *કંપનીની વિગતો સંપૂર્ણપણે સાચી અને ચકાસેલી જ ભરવી.* Google Formમાં ભરેલી માહિતી સરકારશ્રીને મોકલવામાં આવનાર હોવાથી કંપનીનું નામ, સરનામું તથા POCની વિગતો ભરવામાં ખાસ કાળજી રાખવી. 2. *એકવાર કંપનીની વિગતો સરકારશ્રીને મોકલ્યા બાદ તેમાં ફેરફાર કરવાની તક મળશે નહીં.* તેથી વિદ્યાર્થીઓએ કંપનીની અંતિમ પસંદગી કર્યા પછી જ Google Form ભરવું. 3. *માહિતી મોકલ્યા બાદ વિદ્યાર્થી કંપની બદલશે તો કૌશલ્ય સહાય યોજના હેઠળ ₹2,000ની સહાય મળવાપાત્ર રહેશે નહીં*, જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. 4. *તા. 22-10-2026 સુધીમાં માહિતી ન આપનાર અથવા ખોટી કે અધૂરી માહિતી આપનાર વિદ્યાર્થીને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિદ્યાર્થીની પોતાની રહેશે.* આ બાબતે કોલેજ જવાબદાર રહેશે નહીં. તમામ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સૂચનાઓને *અત્યંત ગંભીરતાથી લઈ નિર્ધારિત સમયમર્યાદામાં Google Form ફરજિયાત ભરવાનું રહેશે.*

Oct 17, 2026

સર કે. પી.કોલેજ ઓફ કોમર્સ, સુરત *UDISHA CLUB & INTERNSHIP COMMITTEE* અગત્યની સૂચના – NOTICE *વિષય: કૌશલ્ય સહાય યોજના (₹2,000)…

F.Y.B.COM SEM –  1 ( NEP ) પરીક્ષા ફોર્મ ભરવા બાબત==. VNSGUની F .Y.B.COM SEM – 1 વિદ્યાર્થીઓએ આવનાર NOVEMBER  -2026માં F.Y.B.COM SEM – 1  ( NEP ) પરીક્ષાનાં ફોર્મ ભરવાનુ અને  તેનું ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખી NOVEMBER   -2026 નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફી રસીદ અને NOVEMBER   -2026 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં ભરેલ ફોર્મની COPY  અને  ઓનલાઈન ફી રસીદની COPY ઓફિસ સમય દરમ્યાન  સવારે 11 થી 3  સુધીમાં પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ અચૂક જમા કરાવી જવું. ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો પરીક્ષા ફોર્મ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફી રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.

Oct 9, 2026

F.Y.B.COM SEM – 1  ( NEP ) પરીક્ષા ફોર્મ ભરવા બાબત. VNSGUની F .Y.B.COM SEM – 1 ના    વિદ્યાર્થીઓએ…

સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ યોજાયેલ નિબંધ સ્પર્ધાનું Result (સ્પર્ધાની તારીખ:- ૨૦/૦૮/૨૦૨૬) RANA HETAL BHARATBHAI (M.COM. SEM-1, ROLL NO:- 31) MANSURI TANJIMBANU A. JABBAR (S.Y.B.COM. DIV:- 4, ROLL NO:- 444) ANSARI SANIYABANU MO.MUMTAZ (F.Y.B.COM. DIV-1, ROLL NO:- 18)

Oct 9, 2026

સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ યોજાયેલ નિબંધ સ્પર્ધાનું Result (સ્પર્ધાની તારીખ:- ૨૦/૦૮/૨૦૨૬) RANA HETAL BHARATBHAI (M.COM. SEM-1, ROLL NO:- 31)…