Udisha Club : Career Guidance & Placement Cell Important Notice for Megaplacement Camp – January-2026 સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કે સી જી, ગુજરાત આયોજિત મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. ટીવાય બીકોમ અને એમ કોમના છેલ્લા વર્ષમાં ભણતા અને રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ પાસ આઉટ વિદ્યાર્થીઓ કોલેજ તેમજ યુનિવર્સિટી ખાતે પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લઈ શકશે.

Dec 26, 2025

Udisha Club : Career Guidance & Placement Cell
👉 Important Notice for Megaplacement Camp – January-2026
👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કે સી જી, ગુજરાત આયોજિત મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
👉 ટીવાય બીકોમ અને એમ કોમના છેલ્લા વર્ષમાં ભણતા અને રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ પાસ આઉટ વિદ્યાર્થીઓ કોલેજ તેમજ યુનિવર્સિટી ખાતે પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લઈ શકશે.
👉 છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું વાર્ષિક પરીક્ષા પહેલા ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે.
👉 વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં ઇન્ટરવ્યૂના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ વાર્ષિક પરીક્ષા પછી વિદ્યાર્થીને કંપની ખાતે ફરી સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ફાઈનલ પસંદગી થયા બાદ વિદ્યાર્થીને ઓફર લેટર આપવામાં આવશે.
👉 પાસ આઉટ વિદ્યાર્થીને ઓફર લેટર પ્રથમ તબક્કામાં ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ મળી જશે.
👉 છેલ્લા સેમમાં ભણતા વિદ્યાર્થીને પ્રથમ ઇન્ટરવ્યૂમાં પસંદગી થયા બાદ લેટર ઓફ ઇન્ટેન્ડ(LOI)આપવામાં આવશે.
👉 વિદ્યાર્થી મિત્રો ! આ ઇન્ટરવ્યૂ તમારું ગ્રેજ્યુએટ સમયનું પ્રથમ ઇન્ટરવ્યૂ છે. માટે દરેક વિદ્યાર્થી ઉત્સાહથી ભાગ લે.
👉 અનુભવ અને પ્રથમ પસંદગી માટે આ ઇન્ટરવ્યૂ તમામ વિદ્યાર્થીઓએ કોલેજ અને યુનિવર્સિટી ખાતે રિઝ્યુમ/સી વી તૈયાર કરીને આપવાના છે.
👉 ઇન્ટરવ્યૂ લેવા માટે દક્ષિણ ગુજરાતની ટોચની કંપનીઓ, બેંકો અને પ્રાઇવેટ કંપનીઓ ઇન્ટરવ્યૂ લેવા માટે આવશે. પસંદગી પામેલ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં શોર્ટ લિસ્ટ કરશે અને લેટર ઓફ ઇન્ટેન આપશે.
👉 ઇન્ટરવ્યૂની તારીખ સમય અને સ્થળ પછીથી ગ્રુપમાં અને કોલેજ એપ પર જાહેર કરવામાં આવશે. કોલેજ એસકેપીસીસી 2025-26 પ્લેસમેન્ટ ગ્રુપ અને કોલેજ એપ સતત જોતા રહેવું.
👉 રસ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી ગુજરાત સરકારશ્રીમાં મોકલવાની હોવાથી જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓએ નીચે આપેલી Google લિંકમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરી દેવું.
👉 રજીસ્ટ્રેશન કરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાની તમામ માહિતીઓ ભરવાની રહેશે જે પૈકી એમના એનરોલમેન્ટ નંબર વીએનએસજીયુ નેટ કે કોલેજ એડમીન પરથી જોઈને લખવાનો રહેશે. કોઈ પણ વિદ્યાર્થી પોતાના આઈડેન્ટિટી કાર્ડર્નો નંબર લખવો નહીં.
👉 ઇન્ટરવ્યૂ આપનાર દરેક વિદ્યાર્થીએ પોતાના રિઝ્યુમની 10 થી 15 નકલો ઇન્ટરવ્યૂ સમયે રાખવી.
👉 *વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટેની ગૂગલ લિંક:- https://forms.gle/WXLnYA5DgcsEey4KA