ઉદીશા કલબ (SKPCC): ગુજરાત સરકાર કે.સીજી આયોજિત ઓફ-કેમ્પસ મેગા પ્લેસમેન્ટ કેમ્પ 2022-23 માટે અગત્યની નોટિસ

Dec 27, 2022

ઉદીશા કલબ (SKPCC): ગુજરાત સરકાર કે.સીજી આયોજિત ઓફ-કેમ્પસ મેગા પ્લેસમેન્ટ કેમ્પ 2022-23 માટે અગત્યની નોટિસ
👉 નજીકના સમયમાં કે.સી જી,ગુજરાત સરકાર આયોજિત ઓફ કેમ્પસ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું દક્ષિણ ગુજરાતની તમામ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી કંપનીઓમાં તેમજ ખાનગી બેંકોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવનાર છે.
👉 આથી સર કે પી કોલેજ ઓફ કોમર્સના ગ્રાન્ટ ઇન એડ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લેવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ નીચે આપેલી google લિંકમાં સરકારે માંગેલી માહિતી તાત્કાલિક ભરીને 30 મી ડિસેમ્બર 2022 સુધીમાં રજીસ્ટ્રેશન કરી દેશો. રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની એક્સેલ સીટ અહીં ગ્રુપમાં મૂકવામાં આવશે. ત્યાર પછી કોઈ માહિતી સ્વીકારવામાં આવશે નહીં.
👉 Google લિંકમાં ભરેલી માહિતી અંતિમ ગણાશે એમાં કોઈ ફેરફાર થશે નહીં માટે માહિતી ખુબ જ ચોકસાઈપૂર્વક ભરવી. ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.
👉 રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓએ સરકારે નક્કી કરેલી તારીખના દિવસે ફેકલ્ટી વાઈઝ વેકેન્સી પ્રમાણે પ્લેસમેન્ટ કેમ્પમાં હાજર રહેવાનું રહેશે અને આપે અગાઉથી પસંદ કરેલ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે.
👉 ઇન્ટરવ્યૂમાં પસંદગી પામનારને પ્રથમ રાઉન્ડમાં શોર્ટ લીસ્ટેટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ બીજા રાઉન્ડમાં અંતિમ પસંદગી કરવામાં આવશે.
👉અંતિમ વર્ષની અંતિમ પરીક્ષામાં પાસ કરવાની શરતે એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવશે.
👉અંતિમ પરીક્ષામાં પાસ થયા પછી નોકરી માટે હાજર થવાનું રહેશે.
👉 આ ભરતી ફક્ત બી.કોમ અને એમ.કોમના 2022-23 એકેડમીક વર્ષના અંતિમ વર્ષ ટી.વાય (સેમ 6) અને એમ.કોમ.(સેમ 4)માં અભ્યાસ કરતા ગ્રાન્ડ ઈન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે જ છે જેની નોંધ લેશો.
👉પ્લેસમેન્ટ કેમ્પ અંગેની આગળની માહિતી ઓલ ટીવાય એસકેપીસીસી પ્લેસમેન્ટ  ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવામાં આવશે જે વિદ્યાર્થીઓએ સતત જોતા રહેવુ.
👉 એક વિદ્યાર્થીએ એક જ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdIJYI8mL1i3mDasVwLW_B-ls5Dia1YVw_P9lQYtKznoGHkiQ/viewform?usp=sf_link