ઉદીશા ક્લબ : Open/ EWS કેટેગરીના એફ.વાય.બી.કોમ/ એસ.વાય.બી.કોમ/ટી.વાય.બી.કોમ/એમ.કોમના વિદ્યાર્થીઓ માટે સરકાર માન્ય જી.પી. એસ.સી ફ્રી તાલીમ વર્ગો અને સ્કોલરશીપ માટે અગત્યની નોટિશ

Jul 15, 2023

ઉદીશા ક્લબ : Open/ EWS કેટેગરીના એફ.વાય.બી.કોમ/ એસ.વાય.બી.કોમ/ટી.વાય.બી.કોમ/એમ.કોમના વિદ્યાર્થીઓ માટે સરકાર માન્ય જી.પી. એસ.સી ફ્રી તાલીમ વર્ગો અને સ્કોલરશીપ માટે અગત્યની નોટિશ
સર કે પી કોલેજ ઓફ કોમર્સમાં એફ.વાય.બીકોમના ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારી નોકરી/ જીપીએસસીની તૈયારી કરવા માટે એકેડમી વર્ષ 2023-24 માં સવારના 9:30 થી 11:30ના અને બપોરના 12 થી 2 ના નવા બેચમાં ફ્રી તાલીમ વર્ગો શરૂ થવાના હોય અને આ ફ્રી તાલીમ વર્ગો અને તે માટેની ગુજરાત સરકારની કોચિંગ સ્કોલરશીપ સહાય મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું હોય , રસ ધરાવતાં વિદ્યાર્થીઓ 7 દિવસમાં નીચેના દર્શાવેલા તમામ ડૉકયુંમેન્ટ્સ કોલેજ ઑફિસમા એડમીન શ્રી વિનોદભાઈ પાસેથી રજીસ્ટ્રેશન અરજીફૉર્મ લઇ ભરી ડોક્યુમેન્ટ્સ વહેલા તે પહેલા ધોરણે જમા કરાવી દેશો.
વધુ વિગત પૂછપરછ માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરવો.
🎙પ્રિય વિદ્યાર્થી મિત્રો,
બિનઅનામત પ્રમાણપત્ર કઢાવવા અંગે માર્ગદર્શન

બિનઅનામત પ્રમાણપત્ર જેમને અનામત નો લાભ નથી મળતો તેવા તમામ (General/OPEN/EWS) તથા લધુમતીમાં આવતા જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે(તેઓ ST/SC/OBC કેટેગરીમાં હોવા જોઈએ નહીં).

નોંધ:- તમામે સરકારી નોકરી(GPSC) ફ્રી કોચીંગ/તાલીમ સરકારી સહાય મેળવવા બિનઅનામતનુ પ્રમાણપત્ર (યોજનાના લાભ માટે)ફરજીયાત કઢાવી લાવવાનું રહેશે તે વિના સહાય મળવાપાત્ર નથી. કોઈ પણ વિદ્યાર્થીઓએ EWS કે લઘુમતીનુ પ્રમાણપત્ર લાવવું નહીં(EWS પ્રમાણપત્ર ફક્ત જનરલ કેટેગરીમાં સરકારી નોકરીમાં 10% અનામત નો લાભ માટે છે) જેમની પાસે EWSનુ પ્રમાણપત્ર હોય તેમણે પણ GPSC ફ્રી તાલીમ મેળવવા માટે બિનઅનામતનુ પ્રમાણપત્ર લાવવાનું રહેશે.

📢આ બિનઅનામતનુ પ્રમાણપત્ર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી(TDO), જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી( વિકસતી જાતી) કોઈ પણ એકની સરકારી કચેરીમાંથી ફોર્મ મેળવી રૂબરૂ અરજી કરી 2 દિવસમાં મેળવી શકાશે.
🔵GPSC  કોચીંગ સહાય માટે ધોરણ 12માં 60% કે તેથી વધુ હોવા જરૂરી છે.
🔵બિનઅનામતનુ પ્રમાણપત્ર
🔵આવકનો દાખલો અરજદાર  વિદ્યાર્થીના પિતા અથવા માતા અથવા  વિદ્યાર્થીના પોતાનો 4,50,000 સુધીનો(આનાથી ઓછું હોય તો ચાલશે વધારે માન્ય ગણાશે નહિ(આવકનો દાખલો તલાટી,મામલતદાર,TDO કોઈપણ એક પાસેથી મેળવી શકાશે).
બિનઅનામત પ્રમાણપત્ર કઢાવવા જરૂરી પુરાવા
🎓 અરજદાર(Student)ની LC.
🎓પિતા/કાકા/ફોઈ ની LC.
🎓રહેઠાણનો 20 વર્ષનો જુનો પુરાવામાં રેશનકાર્ડ/ઘરવેરાપાવતી/લાઈટબીલ/ચુંટણી કાર્ડ(કોઈ પણ એક)
નોંધ:-સક્ષમ અધિકારીને યોગ્ય લાગે તે પુરાવો.

🚨દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે ટૂંક સમયમાં આપણી કોલેજમાં બેચ શરૂ કરવામાં આવશેે તેમજ માનનીય પ્રિન્સિપાલના હસ્તે ફ્રી પુસ્તકનું વિતરણ કરવામાં આવશે.

હેલ્પ લાઈન નંબર:📲9998914142/9879353331