અગત્યની નોટીસ
Jan 19, 2024
સર્વે વિદ્યાર્થીઓની જાણ મુજબ યુનિવર્સીટી ખાતે રામોત્સવનું આયોજન ચાલી રહયું છે. જે અંતર્ગત આજે તારીખ ૧૯-૧-૨૦૨૪ નાં રોજ આપણી કોલેજ મહાઆરતી કરવાની છે. તેથી સર્વે વિદ્યાર્થીઓએ પોતાનો દીવો, આરતીની થાળી, તેમજ દીવાસળી લઈને રાત્રે ૭.૩૦ થી ૮.૦૦ વાગ્યાની વચ્ચે યુનિવર્સીટી ખાતે પહોચી જવાનું રહેશે. યુનિવર્સીટીના ગેટ નંબર ૧ પરથી અંદર જતા કન્વેન્શન હોલ પાસે આવવાનું રહેશે. સર્વે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં અચૂક હાજર રહેવું.