એસ.વાય. બી.કોમ.સેમ.- 4 તેમજ એમ.કોમ.સેમ.- 2 ના વિદ્યાર્થીઓ માટે : ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫

May 2, 2024

એસ.વાય. બી.કોમ.સેમ.- 4 તેમજ એમ.કોમ.સેમ.- 2  ના વિદ્યાર્થીઓ માટે :

ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ અંગેની નોટીસ : ૨૦૨૪-૨૫

                 ઉઘડતી કોલેજે તુરત જ  જૂન માસમાં  ફિનિશિંગ સ્કૂલની તાલીમ શરુ  થનાર છે  તેમાં જોડાવા ઈચ્છતા  એસ.વાય.બી.કોમ વિદ્યાર્થીઓ (જેઓએ એસ.વાય.બી.કોમની પરીક્ષા/ એમ.કોમ.સેમ.- 2 પરીક્ષા  હાલમાં આપી છે) એ આ અંગેના ફોર્મ રુમ નં.- ૭ ઓફીસમાં શ્રીમતી હેતલબેન દેસાઈ પાસેથી  લઈ જવા, આ અંગેનુ  ફોર્મ કોલેજની એપ  પર  પણ  મુકવામાં આવેલ  છે  તેમાંથી પણ પ્રિન્ટ આઉટ  કઢાવી ફોર્મ  ભરી આપી શકો  છો. ટ્રેનિંગમાં ૧૦૦% હાજરી ફરજીયાત છે. ફોર્મ ભરી ૪ – ૫ દિવસમા પરત કરવા.

                  ટ્રેનિંગનો સમય  લગભગ  સવારે  ૭:૩૦ થી ૧૨:૦૦ નો રહેશે. જે વિદ્યાર્થીઓ નિયમિત વર્ગ ભરતા હશે, તેઓને જ આ ટ્રેનિંગમાં  પ્રવેશ  મળશે. આ ટ્રેનિંગ સરકારશ્રી  તરફથી મળતી ગ્રાન્ટ્માથી વિદ્યાર્થીઓને  વિનામૂલ્યે આપવામાં  આવે છે.  આ ટ્રેનિગ જો બહારની સંસ્થા માંથી લેવામા આવે  તો  તેની ફી ૨૦,૦૦૦ થી ૨૨,૦૦૦ થાય  છે. આ ટ્રેનિગ માં  જોબ માટે  જરુરી – ઈનટરવ્યુ, ગ્રૃપ ડિસ્ક્શન, લીડરશીપ, પહેરવેશ, બેઝિક ઈગ્લીશ, ગ્રામર, રીપોર્ટ રાઈટીગ,   એવી ઘણી અગત્યની જરુરી સ્કીલ્સની પ્રેકટીકલ ટ્રેનિંગ આપવામાં  આવશે.

                 પાછળથી તાલીમમાં  પ્રવેશ  મળશે  નહી કારણ કે  તેમાં  એડમિશનની પ્રક્રિયા વેકેશન  દરમ્યાન પુરી કરવાની છે.  નવું  શૈક્ષણિક વર્ષ  શરુ  થતાંની  સાથે  જ  તાલીમ  શરુ  થશે,  જેથી રેગ્યુલર કલાસીસ શરુ  થતાં  પહેલા જ ટ્રેનિંગ  પુરી થાય. 

આ અંગેનુ  ફોર્મ નીચે  મુજબ  છે.

PDF-

FINISHINH SCHOOL FORM