“પરીક્ષા સબંધી માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ” 29/5/2021 ના રોજ સવારે 11.00 કલાકે

May 28, 2021

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા “પરીક્ષા સબંધી માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ” વેબીનાર નું આયોજન કરવામાં આવેલ હોય જે વેબીનારમાં આગામી પરીક્ષાઓ ક્યારે યોજાશે? કઈ પદ્ધતિથી યોજાશે? કયાં કયાં સેમેસ્ટરોમાં મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે? વગેરે બાબતોએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી તારીખ 29/5/2021 ના રોજ સવારે 11.00 કલાકે માનનીય કુલપતિશ્રી ના અધ્યક્ષ સ્થાને વેનીનાર નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાઓના ડિનશ્રીઓ વિદ્યાર્થીઓ ને પરીક્ષા સંબંધી માહિતી અને માર્ગદર્શન આપશે તથા વિદ્યાર્થીઓ ને મૂંઝવતા પ્રશ્નો અંગે સંવાદ કરશે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન જોડાવાનું રહેશે.

:: અધ્યક્ષ ::
ડૉ. કિશોરસિંહ ચાવડા
માનનીય કુલપતિશ્રી,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

:: નિમંત્રક ::
શ્રી એ. વી. ધડૂક
ઇ.ચા. કુલસચિવ,
વી.ન.દ.ગુ.યુનિ, સુરત

•Webinar Registration Link :- http://bit.ly/vnsguwebinar

•University Facebook Page :- https://www.facebook.com/VNSGUNIVERSITY/

•University Youtube Channel:- https://www.youtube.com/c/VNSGUOfficial