તારીખ ૧/૧૨/૨૦૨૧ અને તારીખ ૨/૧૨/૨૦૨૧ ના રોજની બેઠક વ્યવસ્થા છે. દરેક વિદ્યાર્થીઓએ તેની નોધ લેવી.
એસ.વાય /ટી.વાય બીકોમ યુનિવર્સિટી online mcq ટેસ્ટ માં સર કેપી કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ.
પરીક્ષા પહેલા
1) યુનિવર્સિટીના પરિપત્ર મુજબ સેન્ટર પર દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત પરીક્ષા આપવા આવવાનું રહેશે.
2) આપણી કોલેજમાં નેક પીયર ટીમ આવનાર હોવાથી પરીક્ષાનું સ્થળ પી.ટી.સાયન્સ અને એમટીબી આર્ટસ કોલેજમાં રાખેલ છે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
3) વિદ્યાર્થીએ એમ.ટી.બી આર્ટ્સ / પી.ટી.સાયન્સ કેમ્પસમાં તમને ફાળવેલ રૂમ નંબરમાં સીટ નંબર મુજબ ફરજિયાત ટી વાય બી કોમના વિદ્યાર્થીએ સવારે 10 વાગે અને એસ વાય બી કોમના વિદ્યાર્થીએ બપોરે 2.30 વાગે હાજર રહેવું. સમયસર ન આવનાર વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
4) દરેક વિદ્યાર્થીએ ફરજિયાત આઈ કાર્ડ અને હોલ ટિકિટ લાવવાની રહેશે જરૂર પડે તો પ્રવેશ સમયનો ડિજિટલ આઈ કાર્ડ, કોરોના વેકસીનેશન સર્ટી. હોવુ જોઈએ.
5) જો કોઈ વિદ્યાર્થીને કોરોનાના લક્ષણો જેમકે શરદી,કફ,ઉધરસ,તાવ કે શ્વાસની તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને તાત્કાલિક જાણ કરવી
6) જે વિદ્યાર્થી પાસે હોલ ટિકીટ અને આઈકાર્ડ નહિ હશે એને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
7) દરેક વિદ્યાર્થી પાસે યુઝરનેમ તરીકે હોલ ટિકિટમાં આપેલ આઈડી નંબર અને રજીસ્ટર મોબાઇલ નંબર, આઈ કાર્ડ અને એક જ મોબાઈલ પરીક્ષાના સમયે સાથે હોવા જોઈએ.
8) દરેક વિદ્યાર્થીઓએ ની સુપરવાઇઝરની સૂચનાનું કડક પાલન કરવાનું રહેશે.
9) ચાલુ પરીક્ષાએ કોઈ વિદ્યાર્થી ચોરી કે વાત કે ઇશારા કરતા કે ખલેલ પહોંચાડતા પકડાશે તો યુનિવર્સિટી રિપોર્ટ કરવામાં આવશે.
10) પરીક્ષા પહેલા કોઈપણ વિદ્યાર્થીએ કેમ્પસમાં ટોળા વળવું એક સાથે ભેગા થવું નહીં. દરેક વિદ્યાર્થીએ કોરોના protocol જાળવવાનો રહેશે.
11) પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસે કોઈ અન્ય પુસ્તક બેગ કે સાધન સામગ્રી હોવી જોઈએ નહીં.
12) દરેક વિદ્યાર્થીએ પરીક્ષાનું સ્થળ બદલાયેલ હોવાથી સમયસર પરીક્ષાના એક કલાક પહેલા પોતાના ક્લાસમાં પહોંચી જવું.
13) વિદ્યાર્થીઓના ફાળવેલ કોલેજનું નામ,સીટ નંબર અને રૂમ નંબરની માહિતી એપ્લિકેશન પર મુકવામાં આવશે તે જોઈને યાદ રાખીને કોલેજ પર પહોંચવું.
પરીક્ષાની શરૂઆતમાં
1) સુપરવાઇઝરએ આપેલ સુચના મુજબ જ વિદ્યાર્થીએ લોગિન કરવાનું રહેશે વિદ્યાર્થી પોતાની રીતે લોગીન કરશે નહીં. જાતે લોગીન કરશે ને કોઈ મુશ્કેલી થશે તો તેના માટે વિદ્યાર્થી જવાબદાર રહેશે.
2) દરેક વિદ્યાર્થીના મોબાઈલમાં chrome બ્રાઉઝર ફરજિયાત હોવુ જોઈએ.
લોગીન માટે નીચે મુજબના સ્ટેપસ ખાસ યાદ રાખવા.
— Chrome ઓપન કરો.
— vnsgu.unionline.in ટાઈપ કરો
અથવા આ સાઈટની નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી પણ યુઝરનેમ અને પાસવર્ડ વાળું પેજ ઓપન થશે.
https://vnsgu.unionline.in/login?x=I6ly5cKNNB3UTCWeobvoxLIqTQu9ZF3NVMKBzUycZLSLeuMypyviaEmETVwc9nHu1KFg8ZLt8sxeRBgvGRZJnxKGyRk
— ખુલેલા યુઝરનેમ અને પાસવર્ડ વાળા પેજમાં Username મા વિદ્યાર્થીની હોલ ટિકિટમાં આપેલ આઈડી ટાઈપ કરો.
— પાસવર્ડના ખાનામાં અગાઉ રજીસ્ટર થયેલ મોબાઇલ નંબર ટાઈપ કરો.
— Select active test પર ક્લિક કરો.
— Login પર ક્લિક કરો.
— ખુલેલા પેજમાં કેમેરો ઓપન કરી ફેસ કેપ્ચર કરો(કેમેરો સામે રાખી ફોટો પાડો)
— Continue exam પર ક્લિક કરો.
— એક્ઝામ Questions પર ક્લિક કરો.
પરીક્ષામાં કોઈ પણ કારણસર લોગીન નહીં કરી શકનાર કે પરીક્ષા આપી ન શકનાર વિદ્યાર્થીએ તેની નોંધ ફરજિયાત સુપરવાઇઝરને કરાવવી.
પરીક્ષા દરમ્યાન
1) ગેરહાજર કે કોઈપણ કારણસર પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓની માહિતીની નોંધ લેવામાં આવશે.
2) યુનિવર્સિટીના હાજર વિદ્યાર્થીઓની સહી લેવામાં આવશે.
3) વિદ્યાર્થી વાત કરતા/ચોરી કરતાં / ખલેલ પહોંચાડતા પકડાય તો સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ અને યુનિવર્સિટીને જાણ કરવામાં આવશે. રિપોર્ટ થશે.
4) ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી બીજા બ્રાઉઝર કે એપ્લિકેશનનો ઉપયોગ કરશે તો ત્રીજા પ્રયત્નમાં પરીક્ષામાંથી આપોઆપ logout થઈ જશે તેની વિદ્યાર્થીઓ નોંધ લેશો.
5) પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ફક્ત એક જ મોબાઈલમાંથી પરીક્ષા આપી શકશે. બીજો મોબાઈલ સાથે રાખી શકશે નહીં.
6) પરીક્ષા દરમિયાન HOTSPOT દ્વારા નેટનો ઉપયોગ ન કરવાની સલાહ છે.
7) કોલેજ કેમ્પસનું wifi સુપરવાઇઝર પાસે વાઇફાઇનું નામ અને પાસવર્ડ માંગી શરૂમાં ચેક કરી લેવાનું રહેશે. અન્યથા આપનું નેટ સારુ હોય તો ઉપયોગ કરી શકાશે.
8) દરેક વિદ્યાર્થીએ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં આપવાની રહેશે. કોઈપણ પ્રકારનો અવાજ કે ઘોંઘાટ વર્ગખંડમાં કરવા નહીં તથા પરીક્ષામાંથી ઉઠાડી દેવામાં આવશે તેની ખાસ નોંધ રાખજો.
પરીક્ષાના અંતમાં
— બધાજ પ્રશ્નોના જવાબ પર Tick થઈ ગયા પછી છેલ્લે Submit પર ક્લિક કરો.
— સમય પૂરો થયા પછી ઉપરની બાજુએ Yes submit પર પણ ક્લિક કરવું.
Your answer succesfully sumitted લખાયેલું દેખાશે ત્યાંરે પરીક્ષા સંપૂર્ણ થશે.
જો નીચે મુજબની ERROR આવે તો
1) લોગીન કરતા invalid પાસવર્ડ error આવે તો ફરીથી પ્રયત્ન કરવો. ફરી error આવેતો
યુનિવર્સિટીના chatbot નંબર 0261-2388888 પર કોલ કરો. યુઝરનેમ અને પાસવર્ડ ચેક verify કરી વિદ્યાર્થીને જણાવશે. પરીક્ષા શરૂ થવાના દસ મિનિટ પહેલા અથવા પરીક્ષા શરૂ થયાના 20 મિનિટ સુધી પ્રયત્ન છતાં લોગીન થશે નહીં તો વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં.
આવા વિદ્યાર્થીઓએ બધી એક્ઝામ પુરી થયા પછી કોલેજ એડમીન ફોન નંબર update કરશે પછી યુનિવર્સિટી અપડેટ કરશે ત્યાર પછી યુનિવર્સિટી જ્યારે પરીક્ષા લેશે ત્યારે આપી શકશે.
2) જો કેમેરો ઓપન ન થાય તો અથવા એરર આવે તો
—- ઉપરની બાજુએ ઉભા ત્રણ ટપકા પર ક્લિક કરો.
—- જેમાં સેટિંગ પર કલીક કરો.
—- ત્યારબાદ સાઈટ સેટિંગ પર click કરો.
—- ત્યારબાદ કેમેરા શબ્દ પર ક્લિક કરો.
—- ત્યારબાદ lock કેમેરાને allow કરો.
જો વિદ્યાર્થીએ બીજા બ્રાઉઝરમાંથી ઓપન કરેલ હશે તો આ બધા ઓપ્શન દેખાશે નહીં.
—– નેટવર્ક એરર આવે તો નેટવર્ક બદલી
wifi ચાલુ કરો
—– બીજા કોઈ કારણસર લોગીન ના થાય તો મોબાઇલમાં બીજી ઓપન રાખેલ એપ્લિકેશન બંધ કરાવો અને પેજ reload કરો.
—- તમામ પ્રયત્નો કર્યા પછી પણ એરર આવે તો યુનિવર્સિટીના હેલ્પલાઇન જે ચેટ બોટ નંબર 0261-2388888 પર કોલ કરો.
તમામ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની online mcq test પ્રથમ વખત આપી રહ્યા હોય પરીક્ષામા લોગીન દરમિયાન કોઈ મુશ્કેલી અનુભવો તો સુપરવાઇઝર કે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટને જાણ કરશો.
કોલેજના સર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી online mcq ટેસ્ટ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.,
ખાસ નોધ:
કોલેજ ના વિદ્યાર્થીઓ એ તારીખ ૧/૧૨/૨૦૨૧ અને તારીખ ૨/૧૨/૨૦૨૧ ના રોજ ગાડી ઓનું પાર્કિંગ નવી સાર્વજનિક બોયીઝ હોસ્ટેલમાં કરવાનું રેહશે.
નવી સાર્વજનિક બોયીઝ હોસ્ટેલ
લુથરા કોલેજ ની પાછળ
સુરત.
લોકેશન લીંક :
https://goo.gl/maps/FSYDh7NSoZC5gv1K8