Online MCQ Test જાન્યુઆરી 2022

Jan 3, 2022

અગત્યની નોટીસ:
Online mcq test જાન્યુઆરી 2022
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર,
10મી જાન્યુઆરી 2022 થી એમકોમ પાર્ટ 1 અને એફ.વાય.બીકોમ ની પ્રથમ એમસીક્યુ ટેસ્ટ શરૂ થનાર હોય, વિદ્યાર્થીઓએ નીચેની સૂચનાઓ નું પાલન કરવાનું રહેશે
(1) વિદ્યાર્થીઓને એમસીક્યુ પેપરનું નોટિફિકેશન view assignment ના સ્વરૂપમાં ત્રણ જગ્યાએ દેખાશે. એક્ટિવિટી ચેટમાં, જનરલ પોસ્ટ મેસેજ વિભાગમાં અને એસાઈમેન્ટ મેનુમાં. પરીક્ષાના ટાઈમ ટેબલ માં આપેલ સમય મુજબ ખાતરી કરી લેવી.
(2) વ્યૂ એસાઈમેન્ટ પર ક્લિક કરી ખુલેલ ફાઈલ પર ક્લિક કરવાથી એમસીક્યુ પેપર ઓપન થશે. શરૂઆતમાં યુઝર આઈડી અને પાસવર્ડ સાથે રાખવો. ઓપન થયેલા પેપર માં 1. તમારું આખું નામ 2 રોલ નંબર તેમજ પ્રશ્ન 3 થી 18 સુધી ના કુલ 16 પ્રશ્નમા ફરજિયાત યોગ્ય વિકલ્પ પસંદ કરી જે તે પ્રશ્નના જવાબ ની સામે tick mark કરવું. કુલ 16 પ્રશ્નોના આઠ માર્ક્સ છે.
18 નંબર ના પ્રશ્ન પછી submit button ફરજિયાત ક્લિક કરવું.
(3) જો મોબાઈલ કે નેટવર્ક ને કારણે submit ના થાય તો પરીક્ષા પૂર્ણ થાય પછી તરત જ આપને કેલેન્ડરમાં દેખાતા online mcq test schedule માંથી જોઈન થવાનું રહેશે આપની રજૂઆત યોગ્ય જણાય તો વધુ બે મિનિટનો સબમીટ કરવાનો સમય આપી સબમિટ કરવાનું રહેશે. એ સિવાયના સંજોગોમાં પરીક્ષા આપી શકાતી ન હોયતો આપનો યુઝર આઈડી અને પાસવર્ડ ઓફિસમાંથી પરીક્ષા પછી રીસેટ કરાવી રીટેસ્ટ time table મુજબ આપવાની રહેશે.
Retest આપવાની રહી જશે તો યુનિવર્સિટી ના નિયમ મુજબ ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં અને શૂન્ય માર્ક મૂકવામાં આવશે.
(4) પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થી કૅલેન્ડર માંથી જોઈન થવાનું નથી પરંતુ ટાઈમ ટેબલ માં આપેલ સમય મુજબ નોટિફિકેશન જોવાનું રહેશે. જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તોજ પરીક્ષા પૂર્ણ થાય પછી કૅલેન્ડર માંથી જોડાવાનું રહેશે.
અથવા ટાઈમ ટેબલમાં સુપરવાઇઝર નું નામ જે તે પરીક્ષા ની સામે લખેલા છે કે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટનું નામ લખેલ હશે તેમને રૂબરૂ મળી તમારા પ્રશ્ને રજૂઆત કરશો
(5) સબમીટ કર્યા પછી થેંક્યુ વેરી મચ અથવા રિસ્પોન્સ સક્સેસફુલ submitted દેખાશે એટલે આપનું પેપર submit થયેલું ગણાશે.
(6) પેપર પૂર્ણ થાયને 30 મિનિટ પછી ના રિસ્પોન્સ જવાબો અને માર્કસ મોકલવામાં આવશે.
(7) જો પ્રશ્નમાં કે ઉત્તરમાં કોઈ વાંધો હશે તો પેપર સેટર સાથે વાત થયા બાદ આપનો વાંધો યોગ્ય જણાય અને આપનો જવાબ સાચો સાબિત થાય ત તે પ્રશ્નના માર્કસ બધા જ વિદ્યાર્થીને મળવાપાત્ર થશે.
કોલેજના સર્વ વિદ્યાર્થીઓને MCQ ટેસ્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.